બીજા સાથે એવી જ ઉદારતા રાખો, જેવી ભગવાને તમારી સાથે રાખી છે
પારકાની સીડી ના બનો તો ચાલનારના માર્ગમાં અડચણ રૂપ તો ના જ બનશો
આ જગત માં એવા પણ માણસો આવી જાય છે, જે વચન આપતા નથી પણ નીભાવી જાય છે
અભીમાન કહે છે કે કોઈ ની જરૂર નથી પણ અનુભવ કહે છે કે ધૂળની પણ જરૂર પડે
ઘમંડ કયારેય ના કરવો પોતાના નસીબ પર સાહેબ... એક કાંકરી પણ મોઢામાં ગયેલ કોળીયો બહાર કઢાવી શકે છે
જીવનમાં કોઈક કોઈક વાર અંધારું પણ જરૂરી છે... ખબર તો પડે કે આપડી જોડે સાચા હીરા કયા છે... નહીંતર તડકામાં કાચના ટુકડા પણ હીરાની જેમ ચમકે છે
મન થી વાત કરવી અને કોઈનું મન રાખવા વાત કરવી એમાં ઘણો તફાવત છે.
વીતેલા સમયને યાદ ન રાખો તો ચાલશે પણ તેમાંથી મળેલા અનુભવને કાયમ યાદ રાખજો
સાહેબ.. હારીને માણસ ક્યારેય નથી કંટાળતો, પણ કંટાળીને હારી જાય છે .
વાત ચાહે કોઈ પણ હોય સાહેબ એને ફેલાવનર હમેંશા આપણા જ હોય છે....
માણસ હમેંશા વીચારે છે કે ભગવાન છે કે નહી ? પણ ક્યારેય એ નથી વીચારતો કે પોતે માણસ છે કે નહી ??
"ભૂલ" પીઠ જેવી છે... સાહેબ... બીજા ની દેખાઈ,આપણી નઈ...