નિષ્ફળતા મળે તો હિંમત રાખજો, સફળતા મળે તો વિનમ્રતા રાખજો..
સમય માણસને સફળ નથી બનાવતો, પણ સમયનો યોગ્ય ઉપયોગ માણસને સફળ બનાવે છે..!!
કહેવાય છે કે સમય સૌથી બળવાન છે પણ જે થય ગયું એને બદલવાની તાકાત તો સમય પાસે પણ નથી.
ભાગ્યનો દરવાજો ખોલવા માટે માથા ના પછાડો, કર્મોનું તોફાન એવુ મચાવો કે દરવાજા આપોઆપ ખુલી જાય.
જીવનની સૌથી મોટી લડાઈ તો માણસ પોતાના વિચારો સાથે જ લડતો હોય છે "સાહેબ" બાકી સંજોગો સાથે તો સમાધાન જ કરવુ પડતુ હોય છે
વધુ પડતી આશા ના રાખો, કેમ કે એ વધુ દુઃખી કરે છે
ભૂલોથી અનુભવ વધે અને અનુભવ વધવાથી ભૂલો ઘટે...
રૂપ કે કુળ ગૌરવ વધારતા નથી, ઈમાનદારી જ માણસ નું સાચું ગૌરવ છે...
મહાન બનવા માટે પોતાના મગજ પર કાબુ જરૂરી છે
નસીબ હંમેશા સાહસી લોકોની જ સહાય કરે છે.
છલકાઈ પછી જ તેની સુંદરતા બહાર આવે પછી એ પાણી હોયકે લાગણી
શીખામણ માંથી રસ્તા મળતા હશે પણ દીશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે.