સલાહ થી સસ્તી અને… અનુભવથી મોંઘી કોઈ વસ્તુ નથી. શુભ સવાર … 🙏
તમે ઓળખાવ એ તમારૂ ચિત્ર, પણ... તમે યાદ રહી જાવ એ તમારૂ ચરિત્ર.
નસીબ જેમના ઉંચા અને મસ્ત હોય છે, કસોટી પણ એમની જબરદસ્ત હોય છે.
"ફોન" માં અને "મન" માં બિનજરૂરી ડેટા સેવ ના કરો... સ્પીડ ઘટશે જ...
જેવી રીતે લોકો મૃતકોને કાંધ આપવી પૂણ્ય સમજે છે, કદાચ એ જ રીતે જીવતા માણસને સહારો આપવાને પુણ્ય સમજવા લાગે તો જિંદગી સરળ થઈ જશે...
જોયાનુ ઝેર, સાંભળ્યાની ગેરસમજ અને વાણીનું વિષ... જીવનમાં હમેશા વાવાઝોડુ લાવે છે.
કર્મ પાસે, "ના કાગળ".... "ના કિતાબ".... છતાં પણ એની પાસે આખી દુનિયાનો હિસાબ.
જીવનમાં વખાણ કરનાર લોકો કરતા ભૂલ કાઢનાર ને સિરિયલી લેવું...
ખરતા પાંદડાં એ દુનિયા નું સૌથી મોટું સત્ય સમજાવ્યું કે... બોજ બન્યા તો તમારા પોતાના જ તમને પાડી દેશે...
જરૂરી નથી કે સૌ કોઈ આપણને સમજી શકે, ત્રાજવું તો ફક્ત વજન માપી શકે છે ક્વોલિટી નહીં.
જીવનની સૌથી મોટી લડાઈ તો માણસ પોતાના વિચારો સાથે જ લડતો હોય છે "સાહેબ" બાકી સંજોગો સાથે તો સમાધાન જ કરવુ પડતુ હોય છે
ભાગ્યનો દરવાજો ખોલવા માટે માથા ના પછાડો, કર્મોનું તોફાન એવુ મચાવો કે દરવાજા આપોઆપ ખુલી જાય.