ભૂલ દરેકથી થાય પણ એને સુધારવાની હોય, ગીનીસ બુક માં નોંધાવવાની ના હોય.
હંમેશા યાદ રાખજો ભુતકાળ માં આંટો મરાય… રહેવાય નહીં…
માણસ હંમેશા એ વિચારે છે કે ભગવાન છે કે નહિ…? પણ, એ કોઇ દિવસ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહિ.?
હુ દુનિયા સામે લડી શકુ છુ પણ, મારા અંગત લોકો સામે લડી શક્તો નથી… કારણ કે…… એમની સાથે મારે “જીતવુ” નથી પણ “જીવવુ” છે.
સમય કયારેય ખરાબ હોતો નથી પણ આપણી ઈચ્છા સમય સાથે પૂરી ન થાય એટલે સમય ખરાબ લાગે છે.
સુખ અને દુઃખ આપણા પરિવારના સદસ્ય નહીં, પરંતુ મહેમાન છે…
લાગણી છલકાય જેની વાતમાં, એક બે જણ હોય એવા, લાખમા..
મજબૂરી એક એવી અવસ્થા છે જેમાં ગમતું પણ નમતું મૂકવું પડે છે...
કેટલાક સંબંધોથી માણસ સારો લાગે છે, અને કેટલાક માણસોથી સંબંધ સારો લાગે છે
નિષ્ફળતા એ વાતનો પુરાવો છે કે તમે હજુ પ્રયત્ન કરવાનું છોડ્યું નથી...
એક મુઠ્ઠી માફીના બીજ વાવી દો સબંધોની જમીન પર વરસાદની ૠતુ છે કદાચ લાગણીઓ ના છોડ પાછા ઉગી નીકળે...
જિંદગી ને સાહેબ વાંસળી જેવી બનાવો ભલે ને એમાં છેદ ગમે તેટલા હોય પણ અવાજ તો મધુરજ નીકળવો જોઈએ