એક મુઠ્ઠી માફીના બીજ વાવી દો સબંધોની જમીન પર વરસાદની ૠતુ છે કદાચ લાગણીઓ ના છોડ પાછા ઉગી નીકળે...
નિષ્ફળતા એ વાતનો પુરાવો છે કે તમે હજુ પ્રયત્ન કરવાનું છોડ્યું નથી...
કેટલાક સંબંધોથી માણસ સારો લાગે છે, અને કેટલાક માણસોથી સંબંધ સારો લાગે છે
મજબૂરી એક એવી અવસ્થા છે જેમાં ગમતું પણ નમતું મૂકવું પડે છે...
રોવાનો અધીકાર પણ નથી આપતું આ જગત, ક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે
સુખ અને દુઃખ આપણા પરિવારના સદસ્ય નહીં, પરંતુ મહેમાન છે…
આશા અને ભય એકબીજા સાથે જોડાયેલા છે, ભય વીનાની કોઈ આશા નથી અને આશા વીનાનો કોઈ ભય નથી...
હુ દુનિયા સામે લડી શકુ છુ પણ, મારા અંગત લોકો સામે લડી શક્તો નથી… કારણ કે…… એમની સાથે મારે “જીતવુ” નથી પણ “જીવવુ” છે.
ડરી ને આકાશ તરફ એ રીતે જુવે છે લોકો, કે જાણે ભગવાન જમીન પર છે જ નઈ.
ભૂલોથી અનુભવ વધે અને અનુભવ વધવાથી ભૂલો ઘટે...
હું છું તારી સાથે એવુ તો બધા કહે છે.! પણ અફસોસ..!! તમે જ છો અમારા એવુ કહેનાર ના મળ્યા!!
હળવાશ થી કહેશો તો કોઈની જોડે કડવાશ નહી થાય..