માણસ ભલે લાખ
સમજદાર હોય પણ જો
કોઈની લાગણી ના સમજે તો એ
સમજદારીનો કોઈ મતલબ નથી !!
છલકાઈ પછી જ તેની
સુંદરતા બહાર આવે
પછી એ પાણી હોયકે લાગણી
શીખામણ માંથી રસ્તા
મળતા હશે પણ
દીશાઓ તો ભૂલો
કરવાથી જ મળે છે.
સાચી દીશા અને સાચા
સમય ની સમજણ ન હોય તો
આપણને ઉગતો સુરજ
પણ આથમતો દેખાય
અહંમ તો બધાને હોય છે,
પરંતુ નમે એજ છે
સબંધોની સાચી મહાનતા
ના ડરાવીશ સમય તુ મને
તારી કોશીશ સફળ નહીં થાય
કારણકે જીંદગી ના મેદાનમાં
ઉભો છું કેટલાય ના
સાથ નો... કાફલો લઈને
વીચાર કેટલો આવે છે
એ જરૂરી નથી, પણ
વીચાર કેવો આવે છે
એ જરૂરી હોય છે...
જો મહેનત કરયા પછી પણ
સપના પુરા નાં થાય તો
રસ્તો બદલો પણ સીધાંત નહી
આ દુનીયા માં ભગવાન ને
યાદ કરવા વાળા કરતા,
સારા કર્મ કરવા વાળા
વધારે સુખી છે
ઊંઘ આવે તો સુઈ જાઓ
પરંતુ જાગીને એક પણ
પળ નકામી વેડફશો નહી
અંધારું જ જ્યાં આપણું
હોય ત્યાં પારકાનું
અજવાળું કામ ના આવે.
તમે બાળક જેવા થાઓ પણ
તેઓને તમારા જેવું
કરાવવા ફોફા મારશો નહી
કહેતા નહી ભગવાન ને,
કે સમસ્યા વીકટ છે...
કહી દો સમસ્યાને કે
ભગવાન મારી નીકટ છે...
સફળતા માટે આ 3 સાથે રાખો
મગજમાં બરફ
જીભમાં ખાંડ
હૃદયમાં પરેમ
ક્યારેક તમે બીજા માટે
માંગીને જોવો, તમારે
ક્યારેય માંગવાનો
વારો નહી આવે.
કોઈને ખરાબ ચીતરવા નહી
કારણ કે એમા કલર તો
આપણો જ વપરાય છે
બીજા સાથે એવી જ ઉદારતા
રાખો, જેવી ભગવાને
તમારી સાથે રાખી છે
પારકાની સીડી ના બનો તો
ચાલનારના માર્ગમાં અડચણ
રૂપ તો ના જ બનશો
આ જગત માં એવા પણ
માણસો આવી જાય છે,
જે વચન આપતા નથી
પણ નીભાવી જાય છે
અભીમાન કહે છે કે
કોઈ ની જરૂર નથી
પણ અનુભવ કહે છે
કે ધૂળની પણ જરૂર પડે