અહંમ તો બધાને હોય છે, પરંતુ નમે એજ છે સબંધોની સાચી મહાનતા
શીખામણ માંથી રસ્તા મળતા હશે પણ દીશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે.
નસીબ હંમેશા સાહસી લોકોની જ સહાય કરે છે.
મહાન બનવા માટે પોતાના મગજ પર કાબુ જરૂરી છે
રૂપ કે કુળ ગૌરવ વધારતા નથી, ઈમાનદારી જ માણસ નું સાચું ગૌરવ છે...
ભૂલોથી અનુભવ વધે અને અનુભવ વધવાથી ભૂલો ઘટે...
વધુ પડતી આશા ના રાખો, કેમ કે એ વધુ દુઃખી કરે છે
નિષ્ફળતા મળે તો હિંમત રાખજો, સફળતા મળે તો વિનમ્રતા રાખજો..
હળવાશ થી કહેશો તો કોઈની જોડે કડવાશ નહી થાય..
આશા અને ભય એકબીજા સાથે જોડાયેલા છે, ભય વીનાની કોઈ આશા નથી અને આશા વીનાનો કોઈ ભય નથી...
જીવનમાં કોઈક કોઈક વાર અંધારું પણ જરૂરી છે... ખબર તો પડે કે આપડી જોડે સાચા હીરા કયા છે... નહીંતર તડકામાં કાચના ટુકડા પણ હીરાની જેમ ચમકે છે