જે કહી દીઘું એ શબ્દો હતા
જે ન કહી શક્યા
એ લાગણી હતી
અને જે કહેવું છે છતા
પણ કહી નથી શકતા
એ મયાઁદા છે...!
તમારી સાચી કિંમત
એમાં છે કે તમે શું છો,
એમાં નથી કે
તમારી પાસે શું છે.
સમય
માણસને સફળ નથી બનાવતો,
પણ સમયનો યોગ્ય ઉપયોગ
માણસને સફળ બનાવે છે..!!
અહંમ તો બધાને હોય છે,
પરંતુ નમે એજ છે
સબંધોની સાચી મહાનતા
જરૂરી નથી કે
સૌ કોઈ આપણને સમજી શકે,
ત્રાજવું તો ફક્ત વજન માપી શકે છે
ક્વોલિટી નહીં.
હાલ પૂછવાથી
કોઈ સારું નથી થઈ જતું
પણ..
એક આશા મળે છે કે
દુનીયાની ભીડમાં પણ
કોઈ આપણું છે
માણસ ભલે લાખ
સમજદાર હોય પણ જો
કોઈની લાગણી ના સમજે તો એ
સમજદારીનો કોઈ મતલબ નથી !!
જેવી રીતે લોકો
મૃતકોને કાંધ આપવી
પૂણ્ય સમજે છે,
કદાચ એ જ રીતે જીવતા માણસને
સહારો આપવાને પુણ્ય સમજવા લાગે તો
જિંદગી સરળ થઈ જશે...
હજારો સંબંધ રાખવા એ
કાઈ મોટી વાત નથી
સાહેબ..પરંતુ...
નબળા સમય માં એ
હજારો માંથી કોણ હાથ પકડે છે
એ જરૃરી છે...
શીખામણ માંથી રસ્તા
મળતા હશે પણ
દીશાઓ તો ભૂલો
કરવાથી જ મળે છે.
જીવનમાં કોઈક કોઈક વાર
અંધારું પણ જરૂરી છે...
ખબર તો પડે કે આપડી જોડે
સાચા હીરા કયા છે...
નહીંતર તડકામાં કાચના ટુકડા
પણ હીરાની જેમ ચમકે છે
તમે બાળક જેવા થાઓ પણ
તેઓને તમારા જેવું
કરાવવા ફોફા મારશો નહી
સાહેબ..
હારીને માણસ ક્યારેય
નથી કંટાળતો, પણ
કંટાળીને હારી જાય છે .