સાહેબ.. હારીને માણસ ક્યારેય નથી કંટાળતો, પણ કંટાળીને હારી જાય છે .
વીતેલા સમયને યાદ ન રાખો તો ચાલશે પણ તેમાંથી મળેલા અનુભવને કાયમ યાદ રાખજો
મન થી વાત કરવી અને કોઈનું મન રાખવા વાત કરવી એમાં ઘણો તફાવત છે.
હજારો સંબંધ રાખવા એ કાઈ મોટી વાત નથી સાહેબ..પરંતુ... નબળા સમય માં એ હજારો માંથી કોણ હાથ પકડે છે એ જરૃરી છે...
જેમને સબંધ માટે સમય નહોતો કાઢ્યો, આજે એમની પાસે સમય કાઢવા કોઈ સબંધ નથી.
આ જગત માં એવા પણ માણસો આવી જાય છે, જે વચન આપતા નથી પણ નીભાવી જાય છે
બીજા સાથે એવી જ ઉદારતા રાખો, જેવી ભગવાને તમારી સાથે રાખી છે
ક્યારેક તમે બીજા માટે માંગીને જોવો, તમારે ક્યારેય માંગવાનો વારો નહી આવે.
કહેતા નહી ભગવાન ને, કે સમસ્યા વીકટ છે... કહી દો સમસ્યાને કે ભગવાન મારી નીકટ છે...
અંધારું જ જ્યાં આપણું હોય ત્યાં પારકાનું અજવાળું કામ ના આવે.
આ દુનીયા માં ભગવાન ને યાદ કરવા વાળા કરતા, સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે
વીચાર કેટલો આવે છે એ જરૂરી નથી, પણ વીચાર કેવો આવે છે એ જરૂરી હોય છે...