ઊંઘ આવે તો સુઈ જાઓ
પરંતુ જાગીને એક પણ
પળ નકામી વેડફશો નહી
એક મુઠ્ઠી માફીના બીજ
વાવી દો સબંધોની જમીન પર
વરસાદની ૠતુ છે
કદાચ લાગણીઓ ના
છોડ પાછા ઉગી નીકળે...
તમારી સાચી કિંમત
એમાં છે કે તમે શું છો,
એમાં નથી કે
તમારી પાસે શું છે.
ક્યારેક તમે બીજા માટે
માંગીને જોવો, તમારે
ક્યારેય માંગવાનો
વારો નહી આવે.
કહેતા નહી ભગવાન ને,
કે સમસ્યા વીકટ છે...
કહી દો સમસ્યાને કે
ભગવાન મારી નીકટ છે...
સાચી દીશા અને સાચા
સમય ની સમજણ ન હોય તો
આપણને ઉગતો સુરજ
પણ આથમતો દેખાય
તમે ઓળખાવ એ તમારૂ ચિત્ર,
પણ...
તમે યાદ રહી જાવ એ તમારૂ ચરિત્ર.
બીજા સાથે એવી જ ઉદારતા
રાખો, જેવી ભગવાને
તમારી સાથે રાખી છે
વાત ચાહે કોઈ પણ હોય
સાહેબ
એને ફેલાવનર હમેંશા
આપણા જ હોય છે....
જીવનમાં વખાણ
કરનાર લોકો કરતા
ભૂલ કાઢનાર ને
સિરિયલી લેવું...
જોયાનુ ઝેર,
સાંભળ્યાની ગેરસમજ
અને વાણીનું વિષ...
જીવનમાં હમેશા
વાવાઝોડુ લાવે છે.
ના જાણે કઈ ફરિયાદના
અમે શિકાર થઈ ગયા
જેટલું દિલ સાફ રાખ્યું
એટલા ગુનેગાર થઈ ગયા...
વીતેલા સમયને યાદ
ન રાખો તો ચાલશે પણ
તેમાંથી મળેલા અનુભવને
કાયમ યાદ રાખજો