નિષ્ફળતા મળે તો હિંમત રાખજો, સફળતા મળે તો વિનમ્રતા રાખજો..
હળવાશ થી કહેશો તો કોઈની જોડે કડવાશ નહી થાય..
ભૂલોથી અનુભવ વધે અને અનુભવ વધવાથી ભૂલો ઘટે...
આશા અને ભય એકબીજા સાથે જોડાયેલા છે, ભય વીનાની કોઈ આશા નથી અને આશા વીનાનો કોઈ ભય નથી...
જીવનમાં કોઈક કોઈક વાર અંધારું પણ જરૂરી છે... ખબર તો પડે કે આપડી જોડે સાચા હીરા કયા છે... નહીંતર તડકામાં કાચના ટુકડા પણ હીરાની જેમ ચમકે છે
ઘમંડ કયારેય ના કરવો પોતાના નસીબ પર સાહેબ... એક કાંકરી પણ મોઢામાં ગયેલ કોળીયો બહાર કઢાવી શકે છે
અભીમાન કહે છે કે કોઈ ની જરૂર નથી પણ અનુભવ કહે છે કે ધૂળની પણ જરૂર પડે
પારકાની સીડી ના બનો તો ચાલનારના માર્ગમાં અડચણ રૂપ તો ના જ બનશો
કોઈને ખરાબ ચીતરવા નહી કારણ કે એમા કલર તો આપણો જ વપરાય છે
તમે બાળક જેવા થાઓ પણ તેઓને તમારા જેવું કરાવવા ફોફા મારશો નહી
ઊંઘ આવે તો સુઈ જાઓ પરંતુ જાગીને એક પણ પળ નકામી વેડફશો નહી
જો મહેનત કરયા પછી પણ સપના પુરા નાં થાય તો રસ્તો બદલો પણ સીધાંત નહી