જરૂરી નથી કે
સૌ કોઈ આપણને સમજી શકે,
ત્રાજવું તો ફક્ત વજન માપી શકે છે
ક્વોલિટી નહીં.
તમે બાળક જેવા થાઓ પણ
તેઓને તમારા જેવું
કરાવવા ફોફા મારશો નહી
ભૂલોથી અનુભવ વધે
અને અનુભવ વધવાથી
ભૂલો ઘટે...
કોઈને ખરાબ ચીતરવા નહી
કારણ કે એમા કલર તો
આપણો જ વપરાય છે
પારકાની સીડી ના બનો તો
ચાલનારના માર્ગમાં અડચણ
રૂપ તો ના જ બનશો
બીજા સાથે એવી જ ઉદારતા
રાખો, જેવી ભગવાને
તમારી સાથે રાખી છે
હંમેશા યાદ રાખજો
ભુતકાળ માં આંટો મરાય…
રહેવાય નહીં…
આ દુનીયા માં ભગવાન ને
યાદ કરવા વાળા કરતા,
સારા કર્મ કરવા વાળા
વધારે સુખી છે
તમારી ઓળખ કંઈક
એવી બનાવો કે
લોકો તમને છોડી તો શકે
પણ ભૂલી નં શકે...
સાચી દીશા અને સાચા
સમય ની સમજણ ન હોય તો
આપણને ઉગતો સુરજ
પણ આથમતો દેખાય
મન થી વાત કરવી અને
કોઈનું મન રાખવા વાત કરવી
એમાં ઘણો તફાવત છે.
હજારો સંબંધ રાખવા એ
કાઈ મોટી વાત નથી
સાહેબ..પરંતુ...
નબળા સમય માં એ
હજારો માંથી કોણ હાથ પકડે છે
એ જરૃરી છે...