ના જાણે કઈ ફરિયાદના
અમે શિકાર થઈ ગયા
જેટલું દિલ સાફ રાખ્યું
એટલા ગુનેગાર થઈ ગયા...
ક્યારેક તમે બીજા માટે
માંગીને જોવો, તમારે
ક્યારેય માંગવાનો
વારો નહી આવે.
સાચી દીશા અને સાચા
સમય ની સમજણ ન હોય તો
આપણને ઉગતો સુરજ
પણ આથમતો દેખાય
જેમને સબંધ માટે
સમય નહોતો કાઢ્યો,
આજે એમની પાસે સમય
કાઢવા કોઈ સબંધ નથી.
તારે… A.C. માં છે રહેવું,
વાણી વિલાસમાં છે રચવુ,
ઉછેરવુ નથી તારે
એકેય ઝાડવુ,
તોયે….
ગાડી તારી રહે છાંયડે
એ ઇચ્છવુ...?
ભૂલોથી અનુભવ વધે
અને અનુભવ વધવાથી
ભૂલો ઘટે...
મહાન બનવા માટે
પોતાના મગજ પર
કાબુ જરૂરી છે
જો મહેનત કાર્ય પછી
પણ સપના પુરા નાં થાય
તો રસ્તો બદલો
પણ સિધ્ધાંત નહિ.....
વૃક્ષ પણ હંમેશા પાંદડા
બદલે છે મૂળ નહિ......
કહેતા નહી ભગવાન ને,
કે સમસ્યા વીકટ છે...
કહી દો સમસ્યાને કે
ભગવાન મારી નીકટ છે...