નિષ્ફળતા એ વાતનો
પુરાવો છે કે તમે હજુ
પ્રયત્ન કરવાનું છોડ્યું નથી...
રૂપ કે કુળ ગૌરવ
વધારતા નથી,
ઈમાનદારી જ માણસ
નું સાચું ગૌરવ છે...
તમે માળા બદલો,
મંદિર બદલો કે
ભગવાન બદલો...
પણ સારા પરિણામ માટે
એક વાર તમારા વિચાર બદલો.
પારકાની સીડી ના બનો તો
ચાલનારના માર્ગમાં અડચણ
રૂપ તો ના જ બનશો
કહેતા નહી ભગવાન ને,
કે સમસ્યા વીકટ છે...
કહી દો સમસ્યાને કે
ભગવાન મારી નીકટ છે...
જીવનમાં જ્યારે ખરાબ
તબક્કામાંથી પસાર થતા હોઈએ અને
વિચાર આવે કે ક્યાં છે ઇશ્વર
ત્યારે યાદ રાખવું કે
પરિક્ષા દરમ્યાન શિક્ષક હંમેશા
ચૂપ જ રહે છે.
શીખામણ માંથી રસ્તા
મળતા હશે પણ
દીશાઓ તો ભૂલો
કરવાથી જ મળે છે.
સલાહ થી સસ્તી
અને…
અનુભવથી મોંઘી કોઈ વસ્તુ નથી.
શુભ સવાર … 🙏
હુ દુનિયા સામે
લડી શકુ છુ પણ,
મારા અંગત લોકો સામે
લડી શક્તો નથી…
કારણ કે……
એમની સાથે મારે
“જીતવુ” નથી પણ
“જીવવુ” છે.
જેવી રીતે લોકો
મૃતકોને કાંધ આપવી
પૂણ્ય સમજે છે,
કદાચ એ જ રીતે જીવતા માણસને
સહારો આપવાને પુણ્ય સમજવા લાગે તો
જિંદગી સરળ થઈ જશે...
તમે કેટલા ખુશ છો એના
કરતા વધુ મહત્વ એ વાતનું છે
કે તમારા લીધે કેટલા
લોકો ખુશ છે...
સાચી દીશા અને સાચા
સમય ની સમજણ ન હોય તો
આપણને ઉગતો સુરજ
પણ આથમતો દેખાય
મન થી વાત કરવી અને
કોઈનું મન રાખવા વાત કરવી
એમાં ઘણો તફાવત છે.