જરૂરી નથી કે સૌ કોઈ આપણને સમજી શકે, ત્રાજવું તો ફક્ત વજન માપી શકે છે ક્વોલિટી નહીં.
જીવનની સૌથી મોટી લડાઈ તો માણસ પોતાના વિચારો સાથે જ લડતો હોય છે "સાહેબ" બાકી સંજોગો સાથે તો સમાધાન જ કરવુ પડતુ હોય છે
ભાગ્યનો દરવાજો ખોલવા માટે માથા ના પછાડો, કર્મોનું તોફાન એવુ મચાવો કે દરવાજા આપોઆપ ખુલી જાય.
કહેવાય છે કે સમય સૌથી બળવાન છે પણ જે થય ગયું એને બદલવાની તાકાત તો સમય પાસે પણ નથી.
સમય માણસને સફળ નથી બનાવતો, પણ સમયનો યોગ્ય ઉપયોગ માણસને સફળ બનાવે છે..!!
ના જાણે કઈ ફરિયાદના અમે શિકાર થઈ ગયા જેટલું દિલ સાફ રાખ્યું એટલા ગુનેગાર થઈ ગયા...
તમારી ખુશી માં એ લોકો હાજર રહેશે જે તમને ગમે છે, પરંતુ તમારા દુઃખ માં એ હાજર રહેશે જેને તમે ગમો છો.
જે કહી દીઘું એ શબ્દો હતા જે ન કહી શક્યા એ લાગણી હતી અને જે કહેવું છે છતા પણ કહી નથી શકતા એ મયાઁદા છે...!
જીવનમાં શ્વાસ અને વિશ્વાસ બંને ની સરખી જરુરિયાત છે, "શ્વાસ" ખતમ તો જિંદગી ખતમ, "વિશ્વાસ" ખતમ તો સંબંધ ખતમ..!
તમારી સાચી કિંમત એમાં છે કે તમે શું છો, એમાં નથી કે તમારી પાસે શું છે.
તમે કેટલા ખુશ છો એના કરતા વધુ મહત્વ એ વાતનું છે કે તમારા લીધે કેટલા લોકો ખુશ છે...
વ્યક્તિ શું છે એ મહત્વનું નથી પણ એ વ્યક્તિમાં શું છે એ બહુ મહત્વ નું છે…