દરેક સંબંધ કોઈ ને કોઈ દરવાજા ખોલી જાય છે, કાં તો હૃદય ના, કાં તો આંખો ના.
હું છું તારી સાથે એવુ તો બધા કહે છે.! પણ અફસોસ..!! તમે જ છો અમારા એવુ કહેનાર ના મળ્યા!!
ડરી ને આકાશ તરફ એ રીતે જુવે છે લોકો, કે જાણે ભગવાન જમીન પર છે જ નઈ.
શોધવા જ હોય તો તમારી ચીંતા, કરવાવાળા ને શોધ જો બાકી તમારો, ઉપયોગ કરવા વાળા તો તમને શોધી લેશે...
દુનીયા માં ફક્ત દીલ જ એવું છે જે આરામ કયૉ વગર કામ કરે છે એટલા માટે એને ખુશ રાખો પછી ભલે આપણુ હોય કે પછી બીજા નુ...
પડી જવું એ હાર નથી સાહેબ, હાર તો એ છે કે જયારે તમે ઉભા થવાની ના પાડી દો !!
ધીરજ અને સહનશીલતા કમજોરી નથી, સાહેબ એ તો અંદરની તાકાત હોય છે, જે બધા પાસે નથી હોતી..
સાહેબ, વાસણો પર નામ લખવા નુ મશીન ન શોધાયું હોત તો, આજે કેટલાય પરીવારો સાથે હોત.
જે જોઈએ તે મેળવીને જ જંપવું એ કદાચ સફળ માણસની નીશાની છે, પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નીશાની છે.
ના સમજાય તો બે વાર વાંચજો.... "હુ જે કાંઈ બોલુ તેની માટે હુ જવાબદાર છુ... પણ તમે જે સમજો છો તેની માટે નહિ...!"
આજે ફરી તેને મલવાનુ મન થાય છે પાસે બેસી વાત કરવાનુ મન થાય છે એટલો લાજવાબ હતો તેનો આંસુ લુછવાનો અંદાજ કે આજે ફરી રડવાનું મન થાય છે.
કશું તૂટવાના સમાચાર આંસુ, અમારા જીવનનું છે અખબાર આંસુ. પ્રસંગો બધાં હોય છે સાવ હલકા, છતાં નીકળે છે વજનદાર આંસુ.